ટ્રમ્પે ટિકટોકને આપી ચેતવણી, 15 સપ્ટેમ્બર સુધીમાં વેપાર વેચો નહીં તો...
ભારત બાદ હવે અમેરિકામાં પણ ટિકટોક પર બેન લાગે તેવા એંધાણ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધુ છે કે જો 15 સપ્ટેમ્બર સુધીમાં ટિકટોક પોતાનો અમેરિકાનો વેપાર કોઈ અમેરિકી કંપનીને નહીં વેચે તો તેના પર પ્રતિબંધ લાગી શકે છે. આ અગાઉ પણ ટ્રમ્પ અમેરિકામાં ટિકટોકને બેન કરવાની વાત કરી ચૂક્યા છે.
વોશિંગ્ટન: ભારત બાદ હવે અમેરિકામાં પણ ટિકટોક પર બેન લાગે તેવા એંધાણ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધુ છે કે જો 15 સપ્ટેમ્બર સુધીમાં ચીની કંપનીને કોઈ અમેરિકી કંપનીએ ન ખરીદી તો અણેરિકી માર્કેટમાંથી આ એપને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવશે અને તેનો 'ધંધો' બંધ કરી દેવાશે. આ અગાઉ પણ ટ્રમ્પ અમેરિકામાં ટિકટોકને બેન કરવાની વાત કરી ચૂક્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 'અમેરિકામાં આ એપ ત્યારે જ ટકી શકશે જ્યારે તેના અમેરિકી ઓપરેશન્સને કોઈ અમેરિકી કંપની ખરીદી લેશે. ટ્રમ્પે કહ્યું કે મે 15 સપ્ટેમ્બર સુધીની તારીખ નક્કી કરી છે કે TikTokને માઈક્રોસોફ્ટ કે કોઈ અમેરિકી કંપની ખરીદી લે, ત્યારે જ અમેરિકી બજારમાં તેનું કામ ચાશે. નહીં તો તેણે પોતાના બિસ્તરા પોટલા બાંધીને પાછા જવું પડશે.'
આ બધા વચ્ચે એવા પણ સમાચાર આવી રહ્યાં છે કે દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટ અમેરિકામાં ટિકટોકના વેપારને હસ્તગત કરી શકે છે. હવે ચીની કંપની સામે બે જ રસ્તા છે કે એક તો તે અમેરિકામાં પોતાનો બિઝનેસ માઈક્રોસોફ્ટને વેચી દે અથવા તો પછી અમેરિકામાં પણ ભારતની જેમ પ્રતિબંધનો સામનો કરે. જો કે હજુ સુધી આ અંગે ટિકટોકનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.
ટ્રમ્પના આ નિવેદનને TikTokની પેરેન્ટ ચીની કંપની બાઈટડાન્સ પર દબાણ બનાવવાની નીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે કે તે પોતાના અમેરિકી માર્કેટના કામકાજને કોઈ અમેરિકી કંપનીને જ વેચે અને ડીલ જેમ બને તેમ જલદી કરે અને ઉતાવળમાં કરે જેથી કરીને અમેરિકી કંપની ઓછા ભાવે તેને મેળવી શકે. હકીકતમાં ટ્રમ્પ એ રણનીતિ સાથે આગળ વધી રહ્યાં છે જે વેપારી જંગનો એવો હિસ્સો છે જેમાં અમેરિકી કંપનીઓને આગળ વધારવાની અને ચીની કંપનીઓને અમેરિકામાં કમાણી કરતી રોકી શકાય.
અમેરિકામાં TikTokના કરોડો યૂઝર્સ છે અને આ કંપની પર માઈક્રોસોફ્ટ જેવી દિગ્ગજ અમેરિકી કંપનીની પણ નજર છે. માઈક્રોસોફ્ટે આ કંપની ખરીદવામાં રસ તો દેખાડ્યો જ પરંતુ સાથે સાથે તે ઈચ્છે છે કે TikTokના અમેરિકી કામકાજને ખરીદીને તે અમેરિકી બજારમાં પોતાની પકડ વધુ મજબુત કરી શકે. હાલ માઈક્રોસોફ્ટ અનેક મોરચે ફેસબુક અને ગૂગલ સામે પછડાટ ખાઈ રહી છે. પરંતુ TikTokને ખરીદ્યા બાદ તેનો યૂઝર બેઝ અમેરિકામાં અનેકગણો વધી જશે, તથા અન્ય કામોમાં પણ તેને ફાયદો પહોંચશે.
વ્હાઈટ હાઉસે પોતાના એક નિવેદનમાં કહ્યું કે ટિકટોકની મૂળ કંપની બાઈટડાન્સ લિમિટેડ અમેરિકી યૂઝર્સનો ડેટા ચીનની સરકારને આપવા સાથે જ 16.5 કરોડ અમેરિકનો અને દુનિયાભરના લગભગ 2 અબજ યૂઝર્સને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube